NSS
NSS PROGRAME PROFILE
PERSONAL DETAILS:-
Name: Prof. Parmar Vinaykant Mahendrabhai
Designation: Program Officer NSS
Institution: The K. N. S. B. L. Arts & Commerce College, Kheralu.
Faculty: Arts
Subject: Gujarati
Joining Date: 22/11/1993
Email Id: parmarvinayak887@gmail.com
Mobile No: 9429538996
Birth date: 25/7/1971
N.S.S. યુનિટની વાર્ષિક શિબિરનો અહેવાલ
શિબિર સ્થળ:- મુ.પો. સાકરી, તા- ખેરાલુ, જિ. મહેસાણા
તા. ૨૯/૦૧/૨૦૧૭ થી તા. ૦૪/૦૨/૨૦૧૭
વર્ષ:- ૨૦૧૬-૧૭
ધી ખે.ના.સહ.બેંક. લિ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખેરાલુના રાષ્ટ્રીય સેવા યોજનાની “ડીજીટલ ઇન્ડિયા અને સ્વચ્છતા જન જાગૃતિ અભિયાન” શિબિર મુ. સાકરી, તા. ખેરાલુ મુકામે તા. ૨૯/૦૧/૨૦૧૭ થી ૦૪/૨૦૨/૨૦૧૭ દરમિયાન યોજાઇ.
તા. ૨૯/૦૧/૨૦૧૭ ના રોજ ખેરાલુ કોલેજમાંથી પ્રસ્થાન કર્યું. સાકરી મુકામે જઇ આવાસ વગેરેની વ્યવસ્થા કરી સરપંચશ્રી તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સાથે મીટીંગ કરી ગામનું સર્વેક્ષણ કર્યું. બપોર પછી ગ્રામસફાઇની શરૂઆત કરી. તા. ૩૦/૦૧/૨૦૧૭ ના રોજ સવારે ૫:૪૫ થી ૬:૨૦ સુધી પ્રભાત ફેરી નિત્યક્રિયા પૂરી કરી ચા-નાસ્તો કરી ફરીથી ગ્રામ સફાઇ કરી ગામના જ ટ્રેકટર દ્વારા કચરાનો નિકાલ કર્યો. તા. ૩૦/૦૧/૨૦૧૭ ને બપોરના ૨:૦૦ કલાકે શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ માનસંગજી ઠાકોર અધ્યક્ષ સ્થાને તથા શિબિરના ઉદ્દઘાટક સાકરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી ઠાકોર કપૂરજી મોતીજી ઉપસ્થિત રહ્યા. અતિથિ વિશેષ તરીકે સરપંચશ્રી સાકરી ગ્રામ પંચાયત શ્રી ઠાકોર જીવાજી ઘીરાજી તથા ગ્રામના અગ્રણી પ્રેમજીભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચશ્રી, કોલેજના પ્રિન્સિપાલશ્રી તથા કોલેજના સમગ્ર કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી ઉદ્દઘાટન સમારંભને સફળ બનાવ્યો. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. તા. ૩૧/૦૧/૨૦૧૭ ના રોજ સંપૂર્ણ ગ્રામ સફાઇ હાથ ધરવામાં આવી. બપોર પછી બંને ર્ડાકટરશ્રીઓએ સંવાદ દ્વારા શિબિરાર્થીઓને એઇડ્સ રોગ અંગે રસપ્રદ વ્યાખ્યાન અને ચર્ચા ડીબેટના રૂપમાં કરી. તા. ૦૧/૦૨/૨૦૧૭ શિબિરાર્થીની બહેનોએ ઘરેથી લઇને આવેલા નેઇલકટરથી પ્રાથમિક શાળાના બાળકોના વધેલા નખ કાપ્યા તથા લાવેલ સોયદોરાથી બાળકોના ફાટેલા તથા તૂટેલા બટનોને ટાંકવામાં આવ્યા. N.S.S. ની બહેનોને ગામમાં સંપર્ક કરીને વાનગી હરિફાઇ, મહેંદી હરિફાઇનું આયોજન કર્યું હતું. પ્રા.શાળાની બાળાઓએ પણ ભાગ લીધો. પ્રા.શાળામાં યોજવામાં આવેલ હરિફાઇઓમાં શાળાની શિક્ષિકાઓએ નિર્ણાયકની ભૂમિકા ભજવી યોગદાન આપ્યું. બપોર બાદ પ્રા.શાળાના બાળકોને મેદાનમાં ભેગા કરી કોથળા દોડ, લિંબુ-ચમચી, સંગીત-ખુરશી, લોટફુંક જેવી રમતો રમાડવામાં આવી, હરિફાઇ યોજી નંબર આપવામાં આવ્યા. તે દિવસે રાત્રે નશાબંધી અને આબકારી ખાતું મહેસાણા દ્વારા પ્રેષિત કલાકારો દ્વારા “માણસનો દુશ્મન દારૂ” નાટક ભજવવામાં આવ્યું. શિબિરાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ સંદર્ભે સ્મશાન યાત્રા કાઢી અવિસ્મરણીય અભિનય દ્વારા ગ્રામજનોને ભાવવિભોર કરી દીધા. તા. ૦૨/૦૨/૨૦૧૭ ના રોજ સવારથી બપોર સુધી ગ્રામ સફાઇ કરીને બપોર પછી નજીકના શેભર યાત્રાધામ કે જે સુંદર કુદરતી વાતાવરણમાં છે ત્યાં ટ્રેકટર મારફ્તે શિબિરાર્થીઓને પ્રવાસ કરાવ્યો. રાત્રે શિબિરાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્ર્મ તથા કોલેજના વિદ્યાર્થી શ્રીમાળી પ્રિયકાંત ટયુબ લાક્ડી શરીર પર ફોડી, અંગારા પર ચાલવું વગેરે કાર્યક્રમમાં સામેલ કરી વૈજ્ઞાનિક સિધ્ધાંતો દ્વારા વાસ્તવિકતા દર્શાવી હતી. તા. ૦૩/૦૨/૨૦૧૭ ના રોજ સવારે ૯:૦૦ કલાકથી સાકરી ગ્રામના દરેક મહોલ્લામાં જઇ ભીંતસૂત્રો લખ્યા હતા. બેટી વધાવો અંતર્ગત પ્રદર્શન, પ્રેઝન્ટેશન તથા વ્યાખ્યાન યોજાયાં, જેમાં ગ્રામજનોએ ભાગ લીધો આરોગ્ય કેન્દ્ર, સાકરીના કર્મચારીઓએ મહત્વનું યોગદાન આપ્યું સાથે સાથે બાળતદુંરસ્ત હરિફાઇ યોજવામાં આવે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. શાળાની બાળાઓએ નૃત્ય વગેરેમાં ભાગ લીધો તથા વિવિધ હરિફાઇઓમાં નંબર લાવેલ વિજેતાઓને ઇનમો આપવામાં આવ્યાં.
તા. ૦૪/૦૨/૨૦૧૭ ના રોજ સમાપન સમારોહ સવારે ૯:૩૦ કલાકે યોજાયો, જેમાં સરપંચશ્રી, કાર્યકારી પ્રિન્સિપાલશ્રી કેશરભાઇ બી. પટેલ તથા કોલેજના સર્વ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં. સાકરી પ્રા.શાળાના પ્રિન્સિપાલશ્રી જીતુભાઇ ઠાકોરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા સ્ટાફ મિત્રોના સહયોગથી સમગ્ર શિબિરનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફીસરશ્રીઓ પ્રા. વિનયકાન્ત એમ. પરમાર તથા પ્રા. શિતલબેન પ્રજાપતિએ કર્યું હતું.
વૃક્ષારોપણ :-


સ્વચ્છતા અભિયાન :-


અંધશ્રધ્ધા નિવારણ :-


સાંસ્કૃતિક કાર્યક્ર્મ :-


નશાબંધી રેલી :-


N.S.S. યુનિટની વાર્ષિક શિબિરનો અહેવાલ
શિબિર સ્થળ:- મુ.પો. ભડથ, તા-ડીસા, જિ. બનાસકાંઠા
૨૨/૦૮/૨૦૧૭ થી ૨૯/૦૮/૨૦૧૭
વર્ષ:- ૨૦૧૭-૧૮
ધી ખે.ના.સહ.બેંક. લિ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખેરાલુના રાષ્ટ્રીય સેવા યોજનાની “બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારમાં સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન” શિબિર સ્થળ ભડથ, તા.ડીસા જી. બનાસકાંઠા મુકામે તા. ૨૨/૦૮/૨૦૧૭ થી ૨૯/૦૮/૨૦૧૭ દરમિયાન યોજાઇ.
તા. ૨૨/૦૮/૨૦૧૭ ના રોજ ખેરાલુ કોલેજમાંથી પ્રસ્થાન કર્યું. ભડથ મુકામે જઇ આવાસ વગેરેની વ્યવસ્થા કરી સરપંચશ્રી તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સાથે મીટીંગ કરી ગામનું સર્વેક્ષણ કર્યું. બપોર પછી ગ્રામસફાઇની શરૂઆત કરી. તા. ૨૩/૦૮/૨૦૧૭ ના રોજ સવારે ૫:૪૫ થી ૬:૨૦ સુધી પ્રભાત ફેરી નિત્યક્રિયા પૂરી કરી ચા-નાસ્તો કરી ફરીથી ગ્રામ સફાઇ કરી ગામના જ ટ્રેકટર દ્વારા કચરાનો નિકાલ કર્યો. તા. ૨૩/૦૮/૨૦૧૭ ને બપોરના ૨:૦૦ કલાકે શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ બહાદુરસિંહ વાઘેલા, મુકેશભાઇ શાહ. કીશનસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને તથા શિબિરના ઉદ્દઘાટક ભડથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નાથુસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા. ગામના સરપંચશ્રી, કોલેજના પ્રિન્સિપાલશ્રી તથા કોલેજના સમગ્ર કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી ઉદ્દઘાટન સમારંભને સફળ બનાવ્યો. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. તા. ૨૪/૦૮/૨૦૧૭ ના રોજ સંપૂર્ણ ગ્રામ સફાઇ હાથ ધરવામાં આવી. બપોર પછી શિબિરાર્થીઓએ ગામમાં જઇ લોક સંપર્ક કર્યો હતો. તા. ૨૫/૦૮/૨૦૧૭ શિબિરાર્થીની બહેનોએ ઘરેથી લઇને આવેલા નેઇલકટરથી પ્રાથમિક શાળાના બાળકોના વધેલા નખ કાપ્યા તથા લાવેલ સોયદોરાથી બાળકોના ફાટેલા તથા તૂટેલા બટનોને ટાંકવામાં આવ્યા. N.S.S. ની બહેનોને ગામમાં સંપર્ક કરીને વાનગી હરિફાઇ, મહેંદી હરિફાઇનું આયોજન કર્યું હતું. પ્રા.શાળાની બાળાઓએ પણ ભાગ લીધો. પ્રા.શાળામાં યોજવામાં આવેલ હરિફાઇઓમાં શાળાની શિક્ષિકાઓએ નિર્ણાયકની ભૂમિકા ભજવી યોગદાન આપ્યું. બપોર બાદ પ્રા.શાળાના બાળકોને મેદાનમાં ભેગા કરી કોથળા દોડ, લિંબુ-ચમચી, સંગીત-ખુરશી, લોટફુંક જેવી રમતો રમાડવામાં આવી, હરિફાઇ યોજી નંબર આપવામાં આવ્યા. તે દિવસે સાંજે ૫:૦૦ કલાકે શિબિર્થીઓ દ્વારા પ્રેષિત કલાકારો દ્વારા “માણસનો દુશ્મન દારૂ” નાટક ભજવવામાં આવ્યું. શિબિરાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ સંદર્ભે સ્મશાન યાત્રા કાઢી અવિસ્મરણીય અભિનય દ્વારા ગ્રામજનોને ભાવવિભોર કરી દીધા. તા. ૨૬/૦૮/૨૦૧૭ ના રોજ સવારથી બપોર સુધી ગ્રામ સફાઇ કરીને બપોર પછી નજીકના જોવાલાયક અને બનાસકાંઠાની જીવાદોરી સમાન કે જે સુંદર કુદરતી વાતાવરણમાં છે ત્યાં ટ્રેકટર મારફ્તે શિબિરાર્થીઓને સિપુ ડેમ અને દાંતીવાડા ડેમનો પ્રવાસ કરાવ્યો. રાત્રે શિબિરાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્ર્મ તથા કોલેજના વિદ્યાર્થી શ્રીમાળી પ્રિયકાંત ટયુબ લાક્ડી શરીર પર ફોડી, અંગારા પર ચાલવું વગેરે કાર્યક્રમમાં સામેલ કરી વૈજ્ઞાનિક સિધ્ધાંતો દ્વારા વાસ્તવિકતા દર્શાવી હતી. તા. ૨૭/૦૮/૨૦૧૭ ના રોજ સવારે ૯:૦૦ કલાકથી ભડથ ગ્રામના દરેક મહોલ્લામાં જઇ ભીંતસૂત્રો લખ્યા હતા. બેટી વધાવો અને બેટી ભણાવો અંતર્ગત પ્રદર્શન, પ્રેઝન્ટેશન તથા વ્યાખ્યાન યોજાયાં, જેમાં ગ્રામજનોએ ભાગ લીધો આરોગ્ય કેન્દ્ર, ભડથના કર્મચારીઓએ મહત્વનું યોગદાન આપ્યું સાથે સાથે બાળતદુંરસ્ત હરિફાઇ યોજવામાં આવે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. શાળાની બાળાઓએ નૃત્ય વગેરેમાં ભાગ લીધો તથા વિવિધ હરિફાઇઓમાં નંબર લાવેલ વિજેતાઓને ઇનમો આપવામાં આવ્યાં.
તા. ૨૮/૦૮/૨૦૧૭ ના રોજ સવારે ૮:૩૦ કલાકે શિબિર્થીઓ દ્વારા દેવમંદિરો, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોની સંપૂર્ણ સફાઇ હાથ ધરવામાં આવી હતા. રાત્રે શિબિર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું તેમજ શક્તિ પ્રદર્શન દ્વારા ગ્રામજ્નોને મનોરંજન પુરુ પાડ્યુ હતું.
તા. ૨૯/૦૮/૨૦૧૭ ના રોજ સમાપન સમારોહ સવારે ૯:૩૦ કલાકે યોજાયો, જેમાં સરપંચશ્રી, કાર્યકારી પ્રિન્સિપાલશ્રી કેશરભાઇ બી. પટેલ તથા કોલેજના સર્વ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં. ભડથ પ્રા.શાળાના પ્રિન્સિપાલશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા સ્ટાફ મિત્રોના સહયોગથી સમગ્ર શિબિરનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફીસરશ્રીઓ પ્રા. વિનયકાન્ત એમ. પરમાર કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચશ્રી નાથુસિંહ વાઘેલાએ સમગ્ર શિબિર્થીઓને શુભ આશિષ આપી વિદાય આપી હતી. બપોરનું ભોજન લઇ ૧:૦૦ કલાકે ભડથ મુકામેથી ખેરાલુ પરત આવવા નીકળ્યા હતા.
વૃક્ષારોપણ :-


સ્વચ્છ્તા અભિયાન :-


અંધશ્રધ્ધા કાર્યક્ર્મ :-


સાંસ્કૃતિક કાર્યક્ર્મ :-


નશાબંધી રેલી :-


મતદાર જાગૃતિ કાર્યક્ર્મ :-


