COMMERCE DEPARTMENT

Introduction:

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ખેરાલુંની સ્થાપના ૧૯૮૬થી કરવામાં આવી છે. આ અંતરિયાળ પછાત વિસ્તારમાં વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીનું શિક્ષણ મેળવી સારી કારકિર્દી બનાવે, નાનો-મોટો ધંધો કરી આર્થિક પગભર બને એ ઉપરાંત સામાજિક, માનસિક, આધ્યાત્મિક પ્રગતિ કરી પોતાના જીવનને સુખ્શાન્તીસભર બનાવે અને અન્યોના જીવનને પણ શ્રેષ્ઠ બનાવી કુટુંબ, સમાજ, દેશ, દુનિયાને શ્રેષ્ઠ બનાવે તે હેતુથી કોમર્સના તમામ વિષયો જેવા કે એકાઉન્ટ,મેનેજમેન્ટ, આંકડાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર,ધંધાકીય પત્રવ્યહાર,સમય સંચાલન,ઉદ્યોગ સાહસિકતા,તણાવ સંચાલન,વેપારી કાયદો,telly નામું ભણાવવામાં આવે છે.

જ્યારથી કોલેજની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધી ઘણાબધા વિદ્યાર્થીઓએ સારી કારકિર્દી બનાવી છે.કોમર્સ ફેકલ્ટીમાં એક અધ્યાપક પૂર્ણ સમયના અને એક અધ્યાપક ખંડ સમયના છે અને એક એડહોક પૂર્ણ સમયના અને એક એડહોક ખંડ સમયના છે.

Vision

અમારું લક્ષ છે કે પરિવર્તનના આ સમયમાં અંતરિયાળ ગામડાઓના વિદ્યાર્થીઓ શિક્ષણના માધ્યમથી કોમર્સ ફેકલ્ટીમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવી આર્થિક અને સામાજિક વિકાસ સાધી રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપી શકે.

Mission

વ્યક્તિગત હિસાબથી માંડી ધંધાકીય એકમની આર્થિક સ્થિતિનો ચિતાર મેળવી પોતાનું સ્વતંત્ર ધંધાકીય એકમ શરુ કરી શકે, તનાવમુક્ત જીવન જીવી શકે, સર્વાંગી વિકાસ દ્વારા કુટુંબ, સમાજ, દેશ,દુનિયામાં પ્રગતિ કરી શકે.

કોમર્સ( વાણિજ્ય) નું મહત્વ

જ્યારે બરાક ઓબામા અમેરિકાના પ્રમુખપદે હતા ત્યારે એમણે અમેરિકાના વિદ્યાર્થીઓને કહેલું કે સાયન્સ, આર્ટ્સ નહી પણ કોમર્સ ભણો કારણકે ભારતના વિદ્યાર્થીઓ કોમર્સ ( અને એમાં પણ સી.એ.)ની ડીગ્રી મેળવી અમેરીકામાં આવી રહ્યા છે.અને અમેરિકાનું અર્થતંત્ર તેઓના હવાલે થઈ જશે.

કોમર્સને સામાન્ય પ્રવાહ કહેવાને બદલે અસામાન્ય પ્રવાહ કહીએ તો ખોટું નથી. દુનિયાના દરેક દેશનું અર્થતંત્ર કોમર્સની ગતિવિધિથી ટકી રહે છે.

એક સામાન્ય ઘરથી માંડી ધંધા- ઉદ્યોગો જેવા ધંધાકીય સંગઠનો હોય કે બિનધંધાકીય એકમો હોય દરેકે હિસાબ તો રાખવો પડે છે પછી એ હિસાબ નાણાંનો હોય કે માલમિલકતનો હોય કે માનવસંસાધન હોય.

વર્તમાનમાં એન્જિનીયરીંગ આર્ટસ પ્રવાહમાં મંદી આવી રહી છે. ત્યારે વિદ્યાર્થી કોમર્સ અને એમાંય સી.એ., સી.એસ. થઈ આગવી કારકીર્દિ નાણામંત્રી થઈ બનાવી શકે છે. કોમર્સનો એક વિદ્યાર્થી ઉદ્યોગપતિ બનીને લોકોને રોજગારી આપી શકે છે.

Faculty in commerce Department:

  1. S P Prajapati M COM ( Gold Medalist), CCC
  2. Dr.H S Pandya M COM, Ph D, LL.B,CCC

Activities of Commerce Department

  1. Expert Lecture
  2. Academic tour
  3. Co-operative Training class
  4. Dairy and Bank visit
  5. Encouragement to students for job-placement
  6. Visit of farms and cow-stables

Result of Commerce Faculty

Year Semester Percentage
2014-15 1 28%
2 28.67%
3 57.69%
4 66.04%
5 80.39%
6 80.21%
2015-16 1 24.60%
2 37.73%
3 65.12%
4 89.47%
5 72.04%
6 61.54%
2016-17 1 38.19%
2 27.27%
3 48.45%
4 61.45%
5 47.45%
6 57.38%
2017-18 1 43.96%
2 51.16%
3 43.94%
4 75.61%
5 51.54%
6 72.29%
2018-19 1 72.29%
2 76.00%
3 85.36%
4 92.40%
5 35.71%
6 93.82%