EXAM SYSTEM
પરીક્ષા પધ્ધતિ
બી.એ./બી.કોમ. સેમ- ૧ થી ૬ અને એમ.એ.સેમ- ૧ થી ૪
કોલેજમાં દરેક સેમેસ્ટરના અંતે હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ના ધારા-ધોરણ મુજબ કોલેજની આંતરિક પરીક્ષા યોજાય છે. ત્યારબાદ હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્રાંત પરીક્ષા યોજાય છે.
યુનિવર્સિટીની પરીક્ષામાં દરેક પેપર ૭૦ માર્ક્સ નું હોય છે અને ૨.૩૦ કલાક નું હોય છે. જેમાં પાસ થવા માટે લઘુત્તમ ૨૮ માર્ક્સ મેળવવા જરૂરી હોય છે.
કોલેજની આંતરિક પરીક્ષાનું માળખુ ૩૦ ગુણ નું હોય છે. જેમાં સત્ર દરમ્યાન એસાઇમેન્ટ, સેમિનાર, વર્ગ ટેસ્ટ, હાજરી અને સતત મૂલ્યાંકન ને આધારે ૨૦ ગુણમાંથી માર્ક્સ આપવામાં આવે છે. જ્યારે આંતરિક પરીક્ષા ૧૦ ગુણની લેવામાં આવે છે. આમ ટોટલ ૩૦ ગુણ માંથી આંતરિક ગુણ ની ગણતરી કરવામાં આવે છે. જેમાં લઘુત્તમ ૧૨ માર્ક્સ મેળવવા જરૂરી હોય છે.